હે પ્રભુ, આજે અમે (નામ) ની વરસગાંઠ ઉજવી રહ્યાં છીએ. તમે આવો, ને અમારી સાથે એમને જન્મદિવસની શુભેચ્છા પાઠવો.
જવાબ : તમે એમને હંમેશાં સુખી રાખો.
આજે (નામ) ને તમારી ખાસ કૃપા આપો. એમને તમારા આનંદ ને તમારી શાંતિનો અનુભવ કરાવો. - જવાબ.
તમે એમના મિત્ર ને ગુરુ તરીકે હંમેશાં એમની સાથે રહો. - જવાબ.
જીવનભર એમની સાથે રહી એમને દોરતા રહો. - જવાબ.
એમના જીવનના સઘળા પ્રસંગોએ તમે એમની પડખે રહો. - જવાબ.
જીવનમાં કસોટી ને પ્રલોભનની વેળાએ તમે એમને મદદ કરો. એમને હાથે જો કોઈ ભૂલ થઇ જાય તો તમે ઉદારતા થી માફ કરો. - જવાબ
તમારા પ્રેમથી એમનું હૃદય છલકાવી દો, તમારા જ્ઞાનથી એમનું મન અજવા દો. -જવાબ
એમનાં સઘળાં કાર્યો પર તમે હંમેશા તમારો આશીર્વાદ ઉતારો. - જવાબ
આજે એમનો જન્મદિવસ ઘણા આનંદમાં વીતો. - જવાબ
એમને સૌને તમારી ને એકબીજાની સાથે પ્રેમના બંધને બાંધી રાખો, આજે આનંદનાં ગીતોથી આખા વાતાવરણને ભરી દો. - જવાબ
હે પ્રભુ, તમે (નામ) ને ચાહો છો એટલે તમે તેમને જન્મ આપીને અમને આનંદ આપ્યો છે. એમના જીવનમાં તમે જે મંગલ કામ શરૂ કર્યું છે તેને પાર ઉતારો. એમને તમારા સંતાન તરીકે સાચું, સ્વતંત્ર જીવન જીવતા શિખવાડો, તમે એમને પૂર્ણ જીવન અને તમારા રાજ્યના શાશ્વત આનંદ અને શાંતિ બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીયે છીએ.
આમીન