નોવેના : નિત્ય સહાયક માતા મરિયમની ભક્તિ

(માતાજીનું કોઇ પણ ભજન ગાવું)


યા. - નિત્ય સહાયક મા ની આ ભક્તિનું પુણ્ય મેળવવા ભાગ્યશાળી બનીએ તે માટે આપણાં પાપનો પસ્તાવો કરીએ.

(થોડો સમય મૌન પાળવું.)

યા. - હે મારા પરમેશ્વર

શ્રા.- હું તમારા ઉપર શ્રદ્ધા રાખું છું / હું તમારા ઉપર આશા રાખું છું / મારા તન, મન અને ધનથી / હું તમારા ઉપર પ્રેમ રાખું છું / તમે ભલાઇના ભંડાર છો / પ્રેમાળ છો / તેથી હું તમારા ઉપર પ્રેમ રાખુ છું / તમારા ઉપરના પ્રેમને લીધે / મારા આખા હૃદયથી / હું મારાં પાપનો પસ્તાવો કરું છું / હે પ્રભુ / મારા પર દયા કરો / આમેન.

યા. - માનનીય વડાધર્મગુરુના હેતુઓ માટે, આપણા ધર્માધ્યિક્ષ, ધર્મગુરુઓ અને ધર્મપ્રચારકો માટે પ્રાર્થના કરીએ, પ્રભુ તેમના કામમાં સહાય કરો.

શ્ર. - હે અમારા બાપ............. પ્રણામ મારીઆ............ સ્તુતિ.



માતાજીની પ્રાર્થનામાળા


યા. - હે નિત્ય સહાયક માતા ! તારા નામ સ્મરણ દ્વારા મારામાં વિશ્વાસ ઉત્પન્ન કરાવ.

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - પરમેશ્વરને મારા પૂરા દિલથી ચાહવા અને એની સેવા કરવા

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - કોઇ પણ કાળે પ્રાર્થના ન છોડી દેવા

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - પાપના પ્રલોભન સમયે ઇશ્વર સેવામાં દઢ રહેવા,

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - દુભાગ્યે પાપમાં પડું તોપણ પસ્તાવો કરી ઇશ્વરસેવામાં પુનઃમન પરોવવા

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - મારી કુટેવો દૂર કરવામાં સતત પ્રયત્નશીલ રહેવા,

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - દુનિયાનાં પ્રલોભનો, બૂરા મિત્રો, બૂરાં પુસ્તકો, બૂરા ચલચિત્રોનાં પ્રલોભનોનો સામનો કરવા,

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - વારંવાર ભક્તિપૂર્વક ખ્રિસ્તપ્રસાદ ગ્રહીને ઈસુના શિષ્ય તરીકે જીવન ગાળવા

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - જીવનની દરેક મુશ્કેલીમાં ધૈર્ય રાખવા અને તારી ઇચ્છા પૂરી કરવા,

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - માંદગી અને દુઃખ, ગરીબાઇ અને આપત્તિના સમયમાં ધૈર્ય રાખવા

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - દિનપ્રતિદિન તારી વધુ અને વધુ નજીક આવવા,

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - તારા પ્રેમ અને સેવામાં અડગ રહેવા અને તારી સહાય નિત્ય યાચવા,

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - અન્યોને તારા પ્રેમ, સેવા અને પ્રાર્થના પ્રત્યે દોરી જવા,

શ્ર. - હે પ્રેમાળ માતા, મને સહાય કર.

યા. - ઈસુએ જે વરદાનો આપવાનું વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવા અમે લાયક બનીએ તે માટે

શ્ર. - હે નિત્ય સહાયક માતા, અમારે માટે વિનંતી કર.


યા. - પ્રાર્થના કરીએ

શ્ર. - હે સર્વશક્તિમાન કરૂણાસાગર પિતા / માનવ જાતના કલ્યાણ અર્થે / તમે પવિત્ર મરિયમને તમારા એક માત્ર પુત્રની માતા થવા / પસંદ કર્યા છે / એમની વિનંતી દ્વારા / અમે પાપના પ્રલોભનથી દૂર રહીએ / અને તમારી સેવા સાચા દિલથી કરી શકીએ / એવી કૃપા કરો / આ પ્રાર્થના / અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રારા કરીએ છીએ / આમેન.

યા. - આપણી જરૂરિયાતો હવે મા સમક્ષ રજૂ કરીએ અને જે ઉપકારો મળ્યા હોય તેનો આભાર માનીએ.


(થોડો સમય મૌન પાળવું. અરજો અને આભાર જાહેર કરી શકાય.)


ભક્તિની પ્રાર્થના

યા. - પ્રાર્થના કરીએ.

શ્ર. - હે નિત્ય સહાયક માતા / તું જ મારો એક માત્ર આધાર છે / હું તને વંદન કરું છું / હું દીન પાપી / તારે શરણે આવું છું / હે દયામયી માતા / મારા પર તારી રહેમ નજર કર / હે માતા / તું જ પાપીઓનું શરણ અને આધાર છે / ઇસુ ખ્રિસ્તના પ્રેમને ખાતર / મને સહાય કર / હું ગરીબ પાપી તારે શરણે આવું છું / મને તારા દાસ તરીકે સ્વીકાર / તારી સહાય મેળવવા / તારે શરણે આવવાનું વરદાન આપવા બદલ / હું કરૂણાસાગર ભગવાનનો આભાર માનું છું / તારે શરણે ન આવવાથી / છું ઘણીવાર / પાપના પ્રલોભનમાં ફસાઇ જાઉ છું. / એ માટે હું પસ્તાવો કરું છું / તારી સહાયથી / હું વિજયી નીવડીશ / તેની મને ખાતરી છે / તારે શરણે આવનાર સૌને / તું સહાય કરે છે / તારી સહાય વિના / હું પ્રલોભનો સામે / ટકી શકવા સમર્થ નથી. પ્રલોભનો વખતે / હે માતા / હું તારે શરણે આવું / એ માટે મને સહાય કર.

હે માતા / મને તારી કૃપા આપ / કે જેથી પ્રલોભનોને સમયે / હું તારે શરણે દોડી આવું / હે માતા / મને સહાય કર / હે નિત્ય સહાયક માતા / મને મારા ભગવાનથી / દૂર થવા ન દે / આમેન.

(ટૂંકું પ્રવચન આપી શકાય)


માંદાઓનો આશીર્વાદ

(શ્રદ્ધાળુઓ ઘૂંટણે પડે છે.)

યા. - પ્રભુ તમારા અંતરમાં વસો

શ્ર. - પ્રભુ આપના અંતરમાં વસો

યા. - પ્રાર્થના કરીએ...

હે દેવાધિદેવ, તમારા આ ભક્તોને તન અને મનનું અખંડ સ્વાસ્થ્ય બક્ષો, મહિમાવંત કુમારી મરિયમની વિનંતીને પ્રતાપે, અમે આ સંસારના દુઃખોમાંથીઃ મુક્ત થઇ, અનંત સુખ માણવા ભાગ્યશાળી બનીએ, એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.

શ્ર. - આમેન.

યા. - (જમણો હાથ લાંબો કરીને)

પ્રભુ ઇસુ ખ્રિસ્ત, તમારો બચાવ કરવા તમારી સાથે રહો, તમારું જતન કરવા તમારી અંદર રહો, તમને દોરવણી આપવા તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો. તમને આશિષ આપવા તમારી ઉપર રહો. જે પિતા અને પવિત્ર આત્માની સાથે યુગોયુગ જીવે છે તથા સદાસર્વદા રાજ્ય કરે છે.

શ્ર. - આમેન.


યા. - હે નિત્ય સહાયક માતા
શ્ર. - તારાં બાળકો માટે વિનંતી કર

યા. - હે નિત્ય સહાયક માતા
શ્ર. - તારાં બાળકો માટે વિનંતી કર

યા. - હે નિત્ય સહાયક માતા
શ્ર. - તારાં બાળકો માટે વિનંતી કર

વિનંતી

યા. - હે પવિત્ર મારીઆ,

શ્ર. - તું જ દઃખીઓનો દિલાસો છે / અશરણનું શરણ છે / રડતાંને દિલાસો આપ / તારાં બાળકો માટે વિનંતી કર / યાજ્ઞિકોની સહાયક થા / સૌ ભક્તજનો માટે પ્રાર્થના કર / તારે શરણે આવનાર સૌને / તારી શીતલ છાયામાં વિસામો આપ / હે મા / તું જ અમારું શરણ અને બળ છે / અમને સદા તારી સહાય આપ.

યા. - હે પ્રભુ ઇસુ ખ્રિસ્ત

શ્ર. - તમે અમને / તમારી માતા / અમારી મા તરીકે આપી છે / એ જ અમારી નિત્ય સહાયક છે / અમે એની ચમત્કારી પ્રતિમાને / માન આપીએ છીએ / અમે સર્વદા / તમારાં મુક્તિકાર્યનાં ફળ પ્રાપ્ત કરીએ / એવી કૃપા આપો / તમે જ અમારા / જીવંત અને સદાસર્વદા / શાસનકર્તા ભગવાન છો / આમેન.


(અંતે માતા મરિયમનું કોઇ પણ ભજન ગાવું.)



નિત્ય સહાયક માતાના ભક્તો ભક્તિનું પુણ્ય મેળવવા આટલું કરી શકો.

૧. દર બુધવારે ખ્રિસ્તયજ્ઞમાં હાજર રહી નિત્ય સહાયક માતાની ભક્તિમાં ભાગ લઇ પુણ્ય મેળવી શકાય.

ર. દર બુધવારે બની શકે તો ઉપવાસ, મૌન, માંદાની મુલાકાત, ભૂખ્યાંને અન્ન, ગરીબોને વસ્ર આપી પુણ્ય મેળવી શકાય.

૩, દર બુધવારે કુટુંબ તેમજ પડોશમાં વસતાં દરેક ભાઈબહેનો માટે, ધર્મગુરુઓ માટે, માંદાંઓ માટે, અપંગો માટે, નિરાધારો માટે, મૂએલાંઓ માટે અને શોધનાગ્નિમાં પીડાતા આત્માઓને માટે પ્રાર્થના કરવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.