ધર્મપરિષદ માટેની પ્રાર્થના - Prayer for the Synod

 




હે પવિત્ર આત્મા, અમે તમારી સમક્ષ ખડા છીએ,

તમારે નામે અમે અહીં ભેગા મળ્યાં છીએ

તમે જ અમારા એકમાત્ર માર્ગદર્શક છો

તમે અમારા હૈયામાં ઘર કરી રહો

અમારે કયે રસ્તે જવું તે સુઝાડો

અમારે કેવી રીતે એ રસ્તે આગળ વધવું તે બતાવી આપો

અમે તો નિર્બળ અને પાપી છીએ

અમને અંધાધૂંધી ફેલાવતા અટકાવો

અમારું અજ્ઞાન અમને ગેરમાર્ગે આ દોરી જાય

અમારા ગમાઅણગમા અમારા કામમાં આડા આ આવે એવી કૃપા કરો

અમે સૌ સંઘ તરીકે, સાથે મળી, શાશ્વત જીવન તરફ યાત્રા કરીએ,

સત્ય અને પુણ્યને પંથેથી આડા ન ફંટાઈ જઈએ એ માટે,

તમેજ અમારી એકતાનું કેન્દ્ર બની રહો.

પિતા અને પુત્રની સાથે,

સૌ સ્થળે અને સૌ સમયે કાર્યરત,

યુગોનાયુગ જીવતા એવા તમને,

અમારી આ પ્રાર્થના છે, 

આમેન.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.