મૂળભૂત પ્રાર્થનાઓ - Basic Christian Prayers

 




પવિત્ર ક્રૂસની નિશાની - Sign of the Cross

પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન.


હે અમારા બાપ - Our father

હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે,
તારું નામ પ​વિત્ર મનાઓ,
તારું રાજ્ય આવો,
જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.
અમારી દરરોજની રોટલી આજ અમને આપ,
અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ,
તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર,
અને અમને પરીક્ષણમાં ન લાવ,
પણ ભૂંડાઈથી અમને બચાવ.
આમીન.

પ્રણામ મારીયા - Hail Mary

પ્રણામ મારીયા,
કૃપાથી પૂર્ણ,
પ્રભુ તારી સાથે છે,
ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઇસુ.
હે પવિત્ર મારિયા,
પરમેશ્વરની માં,
અમો પાપીઓને વાસ્તે વિનંતી કર,
હમણાં અને અમારા મોતની વખતે .
આમીન.

સ્તુતિ - Glory Be

પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાઓ.
જેમ આદિએ તેમ હમણાંને હંમેશા યુગોયુગ.
આમીન.



શ્રદ્ધાઘોષણા - Apostles' Creed

પરમેશ્વરમાં અમે શ્રધ્ધા રાખીએ છીએ ;
તે પરમપિતા છે,
તે સર્વસમર્થ છે,
તે સકળ સૃષ્ટિ ના સર્જનહાર છે.

એમના એકમાત્ર પુત્ર,
અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં
અમે શ્રધ્ધા રાખીએ છીએ
પવિત્ર આત્માને પ્રતાપે
તે કુમારી મરિયમ ને ખોળે જન્મ્યા
પિલાતના અમલમાં દુઃખને વર્યા,
ક્રૂસે જડાયા
મોતને શરણે થયા
કબરે દટાયા
મૃત્યુલોકમાં ઉતર્યા
ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠયા
ને સ્વર્ગે સિધાવ્યા
તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને
જમણે આસને બિરાજે છે,
ને ત્યાંથી જીવતા ને મરેલાંનો ન્યાય તોળવા ફરી આવનાર છે.

પવિત્ર આત્મામાં અમે શ્રધ્ધા રાખીએ છીએ.
પવિત્ર વિશ્વવ્યાપી ધર્મસભા,
પુન્યજનનો નો સત્સંગ,
ને પાપોની માફીમાં માનીએ છીએ
દેહના પુનરુત્થાનનો
તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ.
આમીન.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.